AI પ્લેલિસ્ટ જનરેટર
AI પ્લેલિસ્ટ જનરેટરથી પ્લેલિસ્ટ કેવી રીતે બનાવવી?
ફક્ત તમારા માટે બનેલી ખાસ પ્લેલિસ્ટ શોધવા તૈયાર છો? બસ પ્લેલિસ્ટ ટૅબ ખોલો અને AI પ્લેલિસ્ટ બટન પસંદ કરો. તમે શું શોધી રહ્યા છો તેનું વર્ણન કરો - શૈલી, મૂડ, વાદ્યો કે બીજી કોઈ ખાસ વિગતો - અને AI પોતાનો જાદુ ચલાવશે. તમારી પ્લેલિસ્ટ તૈયાર થતાં જ તમને નોટિફિકેશન મળશે, અને તે પ્લેલિસ્ટ ટૅબમાં દેખાશે, જેથી તમે તેને મન ભરીને માણી શકો.
પ્રૉમ્પ્ટનાં ઉદાહરણો
“સ્વપ્નિલ વોકલ્સ અને મિનિમલ ઇલેક્ટ્રૉનિક બીટ્સવાળી એક શાંત ઇન્ડી પ્લેલિસ્ટ, જે મને રિલેક્સ થવામાં મદદ કરે.”
“મારે રોડ ટ્રિપ માટે જોશીલા કન્ટ્રી હિટ્સ અને જૂની યાદો તાજી કરતા સૉફ્ટ રૉકનું મિક્સ જોઈએ છે.”
“મોડી રાતે વાંચવા માટે ઍમ્બિયન્ટ અને નિયો-સોલ ટ્રૅકનું મનને શાંત કરતું મિશ્રણ.”
તમારા મૂડને બંધબેસતાં ગીતોનું પરફેક્ટ મિક્સ મેળવવા અલગ અલગ પ્રૉમ્પ્ટ અજમાવો. તમારે જોશથી ભરપૂર ટ્રૅક જોઈએ કે આરામદાયક ચિલ-આઉટ ધૂન, AI પ્લેલિસ્ટ જનરેટર તમારા માટે ખાસ પસંદ કરેલાં ગીતો તમારી આંગળીના ટેરવે લાવી દેશે. મ્યુઝિકની મજા માણો!